ધોરણ 10 પછી શુ કરવું ? કઈ લાઈન લેવી ? એ કોર્સ કર્યા પછી તમારું ભવિષ્ય કેવું હશે ? - What to do after standard 10th ? Which course to do ? Future ?
ધોરણ 10 પછી શુ કરવું ? કઈ લાઈન લેવી ? એ કોર્સ કર્યા પછી તમારું ભવિષ્ય કેવું હશે ?
આ નિર્ણય પરીક્ષા પહેલા જ લઇ લેવો વધુ યોગ્ય રહે છે જેથી કરી તમે પૂર્વ તૈયારી કરી શકો.
તો મિત્રો તમે ધોરણ 10 પછી તમે અનેક પ્રકાર ની લાઈન લઇ શકો છો. હું તમને જણાવીશ મુખ્ય કૉર્સ વિશે આના સિવાય પણ ઘણા કૉર્સ હોય છે પરંતુ મે અહી મુખ્ય કૉર્સ નો જ સમાવેશ કર્યો છે.
જેમકે આર્ટસ , કોમર્સ , સાયન્સ , ડિપ્લોમા અથવા તો હોટેલ મેનેજમેન્ટ જેવા વિકલ્પ પસંદ કરી શકે છો.
કયો વિકલ્પ મારા માટે યોગ્ય છે આ કેવી રીતે નક્કી કરવું ?
બધા ના મનમાં એક જ મૂંઝવણ હોય છે કે આર્ટસ , કોમર્સ કે સાયન્સ આ નક્કી કેમ કરવું! તો મિત્રો તમેં ક્યાં વિષય માં રુચિ ધરાવો છો તેના પરથી નક્કી થશે કે તમે કઈ લઈને લઇ શકો છો.
1. આર્ટસ
જે લોકો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઇતિહાસ, ભૂગોળ જેવા વિષય માં રુચિ હોય તે લોકો ધોરણ 10 પછી આર્ટસ લઇ શકે છે અથવા તો જે લોકો ભવિષ્યમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઇતિહાસ, ભૂગોળ જેવા વિષયમાં શિક્ષક બનાવ માંગે છે અથવા તો ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે તે લોકો આટ્ર્સ વિકલ્પ પસંદ કરી પોતાની અલગ જ જગ્યા બનાવી શકે છે.
11-12 આટ્ર્સ કરી પછી શું કરી શકાય ?
1. B.A.
2. L.L.B.
3. Hotel Management
4. B. Ed. ( Teacher ) etc.
5. PTC
2. કોમર્સ
હવે જે લોકો ને બેંક અથવા તો હિસાબ કિતાબ( એકાઉન્ટ ), મેનેજમેન્ટ, અથવા તો કોઈ પ્રકાર વ્યવસાય કરવાનો વિચાર કરે છે તો લોકો માટે કોમર્સ ની લાઈન સારી રહી શકે છે.
11-12 કોમર્સ કરી પછી શું કરી શકાય ?
1. B. Com
2. C.A.
3. B.C.A.
4. B.B.A.
5. B. Com. (L.L.B.)
6. M. Sc. (CA & IT)
7. P.G.D.C.A.
8. PTC
3. સાયન્સ
હવે અપણે વાત કરશુ સાયન્સ ની, સાયન્સ એ લોકો માટે કામની લાઈન છે જે લોકો ગણિત, વિજ્ઞાન અથવા તો એન્જિનિયરિંગ કરવા માંગે છે. જેમ કે અમુક લોકોને અવકાશ વિજ્ઞાનમાં રુચિ હોય છે તો એ લોકોએ સાયન્સ લેવું જોઈએ. જે લોકો ડોક્ટર બનવા માંગે છે તે લોકોએ સાયન્સ રાખવુ જોઈએ અને તમે ઉચ્ચ શિક્ષણ મેળવી ને MBBS, B. Pharma, BHMS વગેરે કોર્સ કરી શકો છો.
11-12 સાયન્સમાં કરી પછી શું કરી શકાય ?
1. MSc Micro Biology
2. B. Sc (IT)
3. M. Sc (CA & IT)
4. MBBS
5. BHMS
6. B. Tech
8. Robotics
9. Artificial Intelligence
10. Chemical etc
4. ITI
ITI મા લગભગ તમામ પ્રકાર ના કામનો સમાવેશ થાય છે જેમ કે જે લોકો ને ધરની વાયરીંગ , મેકેનિકલ કોઈ મશીન અથવા તો કોઈ ફેકટરી માં મશીન રીપેરીંગમાં રુચિ છે તો તે લોકો માટે ITI સારું રહે છે.
ITI માં થતાં કૉર્સ ?
1. Fitter
2. Wire man
3. Computer Operator
4. Turner
5. Motor Mechanic
6. Stenographer
7. Welder
8. Taylor
9. Electrician
10. Motor Rewinding
11. Mechanic in Refrigerator and Air Conditioner
5. Diploma
જે લોકો ને ધોરણ ૧૦ પછી ડિપ્લોમા કૉર્સ કરવા માંગે છે તે લોકો આ પ્રમાણે તેમની રુચિ અનુસાર કૉર્સ કરી શકે છે.
1. Electronic Engineering
2. Computer Engineering
3. Chemical Engineering
4. Mining Engineering
5. Mechanical Engineering
6. Civil Engineering
7. Automobile Engineering
અન્ય ડિપ્લોમા કોર્સ જે ટુંકા સમય ગાળા ના હોય છે જે આ પ્રમાણે છે
1. Hotel Management
2. Fashion Designer
3. Graphics Design
મિત્રો આ વાત હતી કે તમે ક્યો કૉર્સ કરી શકો છો! હજી આના સિવાય પણ ઘણા કોર્સ છે. તો તમે તમારા પરિવારમા જે કોઈ વડીલ હોય તેનું પણ સાંભળજો પછી જ નિર્ણય લેજો કેમ કે આ સમય એક જ વાર આવશે. બીજા ની દેખાદેખી ના કરવી કેમ કે બધા ના મગજ સરખા નથી હોતા. તમારો મિત્ર Engineering કરે કે ગમે તે કરે,..... મિત્ર કરે એ આપણે કરવું આવી રીતે નિર્ણય ના લેજો સમય પાછો નહિ આવે. તો નિર્ણય તમે તમારા પરિવાર સાથે મળી ને લેજો અથવા તો જે તે વિષયના નિષ્ણાંત હોય તેનું પણ સાંભળજો.
Comments
Post a Comment