જો તમે કમ્પ્યુટર લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે ખુશી ના સમાચાર છે.
બધા ને એક મૂંઝવણ હોય કે Laptop ની લેવું કે Desktop લેવું તો કયું લેવું ? કેમ ખબર પડે કે આપણા કામ માટે કયો વિકલ્પ સારો રહેશે.
તો મિત્રો તમે શું કામ કરો છો તેના પરથી નક્કી થશે કે તમને કયું કમ્પ્યુટર લેવું જોઈયે.
તમે ઘર માં કોમ્પ્યુટર શીખવા માટે વિચારો છો તો તમારે Desktop Computer લેવું જોઈયે. કેમ કે Desktop Computer તમે ભવિષ્યમાં Upgrade કરી શકો છો .
ને તેના parts જલ્દી થી સસ્તા ભાવે મળી રહે છે. ને Desktop Computer માં Speed પણ સારી રહે છે. અને લાંબો સમય સુધી કામ કરી શકીએ છીએ.
ધર માટે Dual Core, કે i3 11 generation Processor, 4 GB RAM, વારુ કોમ્પ્યુટર લેવું જોઈએ.
Office માં સામાન્ય વર્ડ કે એક્સેલ કે એકાઉન્ટ ના કામ માટે i3 Processor, 4 GB RAM વારુ Desktop કે All in One Desktop લેવું જોઈએ.
હવે વાત કરીએ Laptop ની.... Laptop એ લોકો માટે સારું રહે જે લોકોને બહારગામ રહી ને પણ કામ કરવું હોય. જેમ કે તમે Civil engineering કરો છો અને તમે college માં લઇ જવાનું થાય. તો તમે લેપટોપ લઇ શકો છો. જો તમને લાંબો સમય કામ કરવું હોય તો તેના માટે લેપટોપ યોગ્ય નથી કેમ કે નાની Screen હોવાથી તેમાં વધારે કામ કરવાની મજા આવતી નથી.
હવે જો તમે ઓફિસ માટે વિચારો છો તો તમારે All in One Desktop લેવુ વધારે યોગ્ય રહેશે. તે ઓફિસ માં દેખાવે અને કામ કરવાની રીતે સારું રહે છે. ને તેની બગડવાની શક્યતા સાવ ઓછી રહે છે.
કયું સારું?
Desktop Computer ક્યારે લેવું જોઈએ ?
૧. ધર માટે
૨. ઓફિસમાં સર્વર બનાવવા માટે
ફાયદા
કોઈ પણ વસ્તુ બગડે તો બદલાવી શકાય અને સસ્તા ભાવે મળી રહે છે.
લેપટોપ ક્યારે લેવું જોઈએ
૧. જો તમે બહાર લઇ જઇ ને કામ કરવાનું થાય ત્યારે જેમ કે સ્કૂલ, કોલેજ.
ફાયદા
ગમે તે જગ્યા એ જઇ કામ કરી શકાય છે.
જગ્યા ઓછી રોકે છે.
All in one Office માટે
ફાયદા
જગ્યા ઓછી રોકે.
દેખાવે સારું લાગે.
જલ્દીથી ના બગડે.
ટિપ્સ :
જો તમારું કમ્પ્યુટર ધીમું ચાલે છે ને તમે તમે તેને ફાસ્ટ કરવા માંગો છો તો તમે કમ્પ્યુટર મા SSD HARDDISK લગાવી કમ્પ્યુટર ફાસ્ટ કરી શકો છો.
જો તમે કોમ્પ્યુટર લેવા અથવા કોમ્પ્યુટર વિશે જાણકારી પ્રાપ્ત કરવા માંગતા હો તો કોલ કરો : 63542 25624
Madhapar - Bhuj
Comments
Post a Comment