10 મિનિટમાં પાન કાર્ડ કેમ બનાવવું ? e-PAN Card - NSDL | Instant PAN Card
મિત્રો હું દેવાંગ ચૌહાણ આજે તમને જણાવીશ કે 10 મિનિટમાં પાન કાર્ડ કેમ બનાવવું ! એ પણ બિલકુલ નિશુલ્ક !
આગત્યની સૂચના :
સૌ પ્રથમ તમારો આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે Link હોવો જરૂરી છે. કેમ કે OTP તમારા મોબાઈલ પર આવશે. જો મોબાઈલ નંબર અધાર કાર્ડ માં ન હોય તો આ કાર્ય થશે નહિ.
બીજી વાત કે તમારા આધાર કાર્ડ માં જે માહિતી છે તે માહિતી પ્રમાણે જ પાન કાર્ડ બનશે. જો તમે અધાર કાર્ડ માં કઈ પણ માહિતી સુધારવા માંગો છો તો તમે પહેલા આધાર કાર્ડ સુધારવાની Process કરો. કેમ કે આધાર કાર્ડ પ્રમાણે જ પાન કાર્ડ બનશે.
આ જે પાન કાર્ડ બનશે તે e-PAN Card હશે અને તે Online Download થશે અને તે બધી જગ્યા એ માન્ય ગણાશે.
જો તમારું PAN Card બનેલ હોય તો બીજી વાર અરજી કરવી નહિ, નહીંતર તમને 10,000 સુંધી નો દંડ થઇ શકે છે.
હવે આપણે શરૂ કરીયે PAN CARD બનાવવાની Process :
સૌ પ્રથમ આપણે Income Tax ની Website પર જઈસુ ( અહીં ક્લિક કરો ) : e-PAN Card
- એમાં Get New PAN પર ક્લિક કરો
- હવે આધાર કાર્ડ નંબર, Captcha Code Enter કરો, I confirm that Check box પર ક્લિક કરો અને Generate Aadhaar OTP બટન પર ક્લિક કરો.
- હવે OTP Enter કરી I agree to validate my Aadhaar ( Check box ) પર ટીક કરો અને Validate Aadhaar OTP and Continue બટન પર ક્લિક કરો.
- તમારી માહિતી Check કરી લ્યો અને I accept that Check Box પર ટીક કરો. અને Submit PAN Request બટન પર ક્લિક કરો.
( જો તમારું PAN Card બનેલ હોય તો બીજી વાર અરજી કરવી નહિ, નહીંતર તમને 10,000 સુંધી નો દંડ થઇ શકે છે )
- બસ બની ગયું તમારું PAN Card 😄.
હવે PAN Card Download કેમ કરવું ?
- ત્યાં Check Status / Download PAN પર ક્લિક કરો.
- તેમાં તમને તમારો આધાર કાર્ડ નંબર અને Captcha Code Enter કરો અને Submit બટન પર ક્લિક કરો.
- હવે તમારા Mobile માં OTP આવશે.
- તે OTP Enter કરી Submit બટન પર ક્લિક કરો.
- બસ હવે Download PAN બટન પર ક્લિક કરી તમારું PAN Card Download કરી લ્યો.
Comments
Post a Comment